Search This Blog

Pages

Thursday 26 September 2013

તૂટી પડ્યો

ધમધોકાર વરસાદમાં
કેટ કેટલાય વાદળો વરસી પડ્યા

ક્યાંક સંતાયેલા ક્યાંક છુપાયેલા
મોજાઓ ક્યાંક ઉછાળી ક્યાંક કુદી પડ્યા

ક્યાંક ધરબાયેલા ક્યાંક ઘમરોળાયેલા
વહી ગયા પાણીની ધાર સાથે

કળા ડીબાંગ વાદળો
તૂટી પડ્યા ચોમેરથી ધારા માથે

મોરના ટહુકા સંતાય ગયા
ભયંકર ગરજતા વાદળ વીજળી પાછળ

વીજળીના ચમકારાઓ
ક્યાય ખોવાઈ ગયા આ અંધારપટમાં

ચારેકોર જળબંબાકાર
લો, શોધો જગ્યા, હવે સાગરમાં સમાઈ જવા. 


રાગ ગાર્ગી રાવલ 

Monday 26 August 2013

ખળભળાટ

વિચારોની આ વણથંભી વણઝાર,
કોઈ આવીને એને કહોને થંભી જાય.
આ આગ ઝરતો રોષ,
કોઈ આવી એને કહોને બુઝી જાય,
મનને ઝૂનઝાવી દેતો આ વિષાદ,
કોઈ આવી એને કહો શાંત થાય.
શ્વાસની સાથે ચાલતી આ તુટક ગતિ,
કોઈ આવીને એમાં શ્વાસ ભરી જાય.
અવિરત આંસુઓની આ ધાર,
કોઈ આવીને આપે અને હાથ.
ટક ટક ચાલતી આ ઘડિયાળ,
કોઈ આવી કહે એને થોભી જાય.
માણવી આ જિંદગીને આજ,

કોઈ આવે અને સમય ને કહી દે રોકી જાય...  

16/2/2013

- રાગ ગાર્ગી રાવલ 

Thursday 20 June 2013

આભમાંથી એક ટીપું ઓચિંતું સરી પડ્યું,
અને મારા વિચારોનું વમળ તૂટી ગયું,
જાણેકે મારી ચિંતાઓનું વાદળ ખરી પડ્યું,

વાદળમાંથી પડતા વરસાદમાં,

કેમ જાણે હું મન મૂકીને રડી પડી,
અને અંતરના ઊંડાણમાંથી કોઈ બોલી ઉઠ્યું

આજે ફરી તે રસ્તો રોકી લીધો અને;
યાદોનો એક ખડકલો આગળ ધરી દીધો
તૂટેલું મન આજે ફરી તૂટી પડ્યું.

- રાગ 

Monday 16 July 2012

moving on

It was simple day in life

We became friends with pride

Life became light and wide

Life then was full of delights

No fights & no plights

Then

We saw another side of life

All that was not so kind

It was harsh reality of life

That say we have to depart

There was not much hue and cry

To be separate was our try

Call was to stay together till we die

Still we had a face with smile

Now moving forward in life

Days have come to decide

Parents are dreaming their doll as BRIDE

For me

In each groom that face to find

Learnt the art to hide

Few moments pampered my time

Could anyone become mine?

- Raag 

Saturday 26 March 2011

ખાલીપો...


ચાલને સાથે એક લટાર મારીએ 
કે ઝડપભેર આ ખાલીપામાં સ્ફૂર્તિ ભરીએ 

થયું ક આ ખાલીપા ને છે જરૂર કોઈની 
અને રસ્તાની સામે મળે હાજરી કોઈની

હોઈ વાત આવી જવાની એમ જ 
અને આવતા આવતા માઈલો દુર જતા રહીએ 

ખીણ અને પહાડોનું અંતર 
અને એક મેક થવા ચાલ્યા કરીએ સદંતર 

છે વાત એક જ થવું છે પૂર્ણ 
થવું સમર્પિત એકમેક ને સંપૂર્ણ

- રાગ 

Friday 26 November 2010

DUCKS

Quack quack quack…
Here is a crew of ducks
Without million dollar bucks
With millions smiling chucks
Now wish them very good luck
Quack quack quack…

ducks

The ducks have smile on face
They are moving in the space
They are happy and no grace
You can watch them from terrace 

Wednesday 29 September 2010

They and You

They said you can create miracles
and you went without flow
They said you have magic
and you jumped anyway
They said you are great
and you fly in the sky
They said you are superb
and you danced without tunes
They said you can
abn you built palaces
They said you cant
and you quit
They said you are zero
and you dumped self
They said you leave
and you left existence
They said just go
and you went

Duffer, you are football
just go and re bounce babe!