Search This Blog

Pages

Thursday, 26 September 2013

તૂટી પડ્યો

ધમધોકાર વરસાદમાં
કેટ કેટલાય વાદળો વરસી પડ્યા

ક્યાંક સંતાયેલા ક્યાંક છુપાયેલા
મોજાઓ ક્યાંક ઉછાળી ક્યાંક કુદી પડ્યા

ક્યાંક ધરબાયેલા ક્યાંક ઘમરોળાયેલા
વહી ગયા પાણીની ધાર સાથે

કળા ડીબાંગ વાદળો
તૂટી પડ્યા ચોમેરથી ધારા માથે

મોરના ટહુકા સંતાય ગયા
ભયંકર ગરજતા વાદળ વીજળી પાછળ

વીજળીના ચમકારાઓ
ક્યાય ખોવાઈ ગયા આ અંધારપટમાં

ચારેકોર જળબંબાકાર
લો, શોધો જગ્યા, હવે સાગરમાં સમાઈ જવા. 


રાગ ગાર્ગી રાવલ