Search This Blog

Pages

Monday, 26 August 2013

ખળભળાટ

વિચારોની આ વણથંભી વણઝાર,
કોઈ આવીને એને કહોને થંભી જાય.
આ આગ ઝરતો રોષ,
કોઈ આવી એને કહોને બુઝી જાય,
મનને ઝૂનઝાવી દેતો આ વિષાદ,
કોઈ આવી એને કહો શાંત થાય.
શ્વાસની સાથે ચાલતી આ તુટક ગતિ,
કોઈ આવીને એમાં શ્વાસ ભરી જાય.
અવિરત આંસુઓની આ ધાર,
કોઈ આવીને આપે અને હાથ.
ટક ટક ચાલતી આ ઘડિયાળ,
કોઈ આવી કહે એને થોભી જાય.
માણવી આ જિંદગીને આજ,

કોઈ આવે અને સમય ને કહી દે રોકી જાય...  

16/2/2013

- રાગ ગાર્ગી રાવલ