Search This Blog

Pages

Saturday, 29 December 2007

જો તું હોય

એ ખુબ જ પાસે છે મારી છતાં એને
મળવાનું મન થાય છે
એની સાથે રોજ વાતો કરું છુ છતાં આજે
કેહવાનું મન થાય છે
એના નામનું રોજ રટણ કરું છુ છતાં આજે
એ નામ લેવાનું મન થાય છે
રોજ એને જોયા કરું છું છતાં આજે
એને જોવાની ઈચ્છા થાય છે
રોજ સાથે હોઈએ છે છતાં આજે
મારી સાથે એ હોય એવી ઈચ્છા છે
એ ખુબ નજીક છે મારી છતાં આજે
નજીક જવાની ઈચ્છા થાય છે
સાથે સાથે ફરતા રમતા આજે
ફરી રમવા ફરવાની ઈચ્છા થાય છે

અરે જો આમ જ તું કાયમ સાથે હોય તો
જીવવાની ય ઈચ્છા થાય....

- રાગ