ધમધોકાર વરસાદમાં
કેટ કેટલાય વાદળો વરસી
પડ્યા
ક્યાંક સંતાયેલા
ક્યાંક છુપાયેલા
મોજાઓ ક્યાંક ઉછાળી
ક્યાંક કુદી પડ્યા
ક્યાંક ધરબાયેલા
ક્યાંક ઘમરોળાયેલા
વહી ગયા પાણીની ધાર
સાથે
કળા ડીબાંગ વાદળો
તૂટી પડ્યા ચોમેરથી
ધારા માથે
મોરના ટહુકા સંતાય
ગયા
ભયંકર ગરજતા વાદળ
વીજળી પાછળ
વીજળીના ચમકારાઓ
ક્યાય ખોવાઈ ગયા આ
અંધારપટમાં
ચારેકોર જળબંબાકાર
લો, શોધો જગ્યા, હવે
સાગરમાં સમાઈ જવા.
રાગ ગાર્ગી રાવલ